Plot No. 901/B, GIDC Estate, Ankleshwar. Dist. Bharuch - 02
[email protected]
02646 255435
Office Login
Alumni Portal
Menu
Home
About
History
Overview
Our Donors
Facilities
Members of Trust
Faculty Members
Academics
Projects of Trust
Examinations
Results
Beyond Academics
Co-Curricular Activities
Annual School Calendar
Achievements
School Achievements
Student Achievements
Resource Centre
Require Documents
Rules & Regulations
Gallery
Contact Us
Gallery
Home
Gallery
સંસ્કારદીપ વિદ્યાલયમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26નું આયોજન કરવામાં આવ્યું, જેમાં જી.આઈ.ડી.સી. અંકલેશ્વરની કુલ 21 શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ 21 શાળાઓમાંથી કુલ 58 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ તેમના સર્જનાત્મક મોડેલનું સફળ પ્રદર્શન કર્યું.
(2025-26 )અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં આવેલ શ્રીમતી પી. ડી. સંસ્કારદીપ વિદ્યાલયમાં આજ રોજ સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી હતી ધોરણ- 10 માં દ્વિતીય ક્રમાંક મેળવનાર નિષ્ઠા જોષીના વાલી રાજેશકુમાર જોષીના વરદ હસ્તે ધ્વજા રોહણ કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, ધ્વજવંદન, પ્રાસંગિક વક્તવ્ય અને દેશભક્તિ ગીતથી રજૂ કરી કાર્યક્રમને શોભાન્વિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ મુખ્ય મહેમાનશ્રી તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના માનદ્દમંત્રી હિતેનસર દ્વારા પ્રસંગને અનુરૂપ આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
(2025-26) ગુજરાત અને ગુજરાતના ગરબા આખા વિશ્વમા એક અનોખું સ્થાન ધરાવે છે. આજે પાંચમુ નોરતું.... આજરોજ સંસ્કારદીપ વિદ્યાલયમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું તેમાં પ્રથમ અંબેમાની આરતી કરી અને શક્તિ,બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, સફળતા, નિશ્ચિતતા, સમૃદ્ધિ અર્પે એવી સૌ એ કામના કરી ત્યારબાદ સૌ વિદ્યાર્થી શિક્ષકો તાલબધ્ધ ગરબે ઘૂમી નવરાત્રી પર્વની ઉજવણી કરી.
(2025-26) તારીખ 11 જુલાઈ 2025ના રોજ સંસ્કારદીપ વિદ્યાલય ને 34 વર્ષ પૂર્ણ થઈ 35 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે અનુસંધાનમાં શાળા પરિસરમાંઆઉટડોર જિમ્નેશિયમ આકાર પામવાનું હોવાથી તે અર્થે ભૂમિ પૂજન,એસ્ટ્રોનોમિક ગેલેરી તથા સ્માર્ટ બોર્ડ જેવા પ્રકલ્પો નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
(2025-26) દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. યોગ એક એવી ક્રિયા છે જે મનુષ્યને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેના અનુસંધાને સંસ્કારદીપ વિદ્યાલયમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
(2025-26) રક્ષાબંધનનો આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. દુનિયાના દરેક ખૂણામાં જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે.ત્યાં આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક મહત્વની સાથે, આ તહેવારનું ઐતિહાસિક મહત્વ પણ ખૂબ જ છે.આજ રોજ સંસ્કારદીપ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક વિભાગ થી લઈને ધોરણ 10 સુધી રક્ષાબંધન ના તહેવારની ઉજવણી કરી આ તહેવારના મહત્વ વિશે પણ માહિતી આપવામાં આવી.
(2025-26) હિન્દુ ધર્મના તહેવારોમાં દરેક તહેવારોનો ધાર્મિક મહત્વ છે. આજે શારદીય નવરાત્રિનો પ્રથમ દિવસ, છેલ્લા 8 વર્ષથી અમારી શાળા સંસ્કાર દીપ વિદ્યાલયમાં બાળકો દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે શક્તિ સ્વરૂપ પોતાની માતાનું પૂજન કરવામાં આવે છે. આજરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરના પ્રાદેશિક અધિકારી ડો. જિજ્ઞાસાબેન ઓઝાની ઉપસ્થિતિમાં માતૃ પૂજન કાર્યક્રમ સરસ રીતે પૂર્ણ થયો
*Inauguration of Basketball court We are happy to inform you that one more facility BASKETBALL COURT made with support of K Patel Chemopharma Pvt Ltd. is ready for school children.
15th August 2026 Celebration
7th standard students solved puzzles in Jeevan Kaushalya
A "Sneh Milan" program was organized for the principals of Ankleshwar, Jhagdiya, Valia, and Hansot talukas, which took place today, February 15, 2025.
INAUGURATION OF SOLAR PLANT
INAUGURATION OF WASTE COMPOST PLANT
IPR EXIBITION THE FOURTH STATE OF PLASMA EXHIBITION
Sports day Celebration 2025-26
Students Achivements in Sports
Teachers Day celebration
YOGA DAY CELEBRATION AS ON 21/6/2026
राष्ट्रीय आपदा मोचन बल (NDRF) की टीम द्वारा आज रोज दिनांक - 3/8/2026 को श्रीमती पी डी श्रॉफ संस्कार दीप विद्यालयमें कक्षा 4 से 10 वी कक्षा के विद्यार्थियों एवं विद्यालय की पंद्रह अध्यायिक के साथ आपदा प्रबंधन जागरूकता कार्यक्रम का आयोजन किया गया। उसमें उपयोग किए जाने वाले बचाव उपकरण (रस्सी, लाइफ जैकेट, स्ट्रेचर आदि) का प्रदर्शन किया गया।एवं बाढ़ मैं किस तरह बचाव किया जाता है उसके बारेमे जानकारी दी गई। इस कार्यक्रम का मुख्य उद्देश्य विद्यार्थियों में बचपन से ही आपदा के समय सतर्कता, आत्मरक्षा और दूसरों की सहायता करने की भावना विकसित करना है, जिससे वे भविष्य में स्वयं तथा समाज की सुरक्षा में सहायक बन सके। See less
અમારી શાળામાં માતૃપૂજન કાર્યક્રમનું સુંદર અને ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. આજે અમારા માતૃપૂજન કાર્યક્રમમાં માતા પ્રત્યેનો પ્રેમ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો. માતાના ચરણોમાં વંદન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા અને જીવનમાં માતાનું સ્થાન કેટલું અમૂલ્ય છે તેનો અનુભવ કર્યો. માતા એ બાળકના જીવનની પ્રથમ ગુરુ અને સંસ્કારનું પ્રથમ મંદિર છે. માતા એ બાળકના જીવનનું પ્રથમ ગુરુ, પ્રથમ મિત્ર અને સંસ્કારોનું પ્રથમ મંદિર છે. માતાના નિઃસ્વાર્થ પ્રેમ, ત્યાગ અને સમર્પણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે માતૃપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે બાળકોએ પોતાની માતાનું પૂજન કરી, પુષ્પ અર્પણ કરીને અને ચરણસ્પર્શ કરીને માતાના આશીર્વાદ મેળવ્યા હતા. આ ભાવુક ક્ષણે માતા અને બાળક વચ્ચેના પ્રેમ, લાગણી અને આત્મીયતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં માતા-પિતા પ્રત્યે આદર, પ્રેમ, કૃતજ્ઞતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરવાનો હતો.
આજે શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ AI તથા રોબોટિક્સ લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ લેબનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધન અને ટેક્નોલોજી પ્રત્યેની રસિકતા વધારવાનો છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે acutaas કેમિકલ લિમિટેડના કંપની સેક્રેટરી શ્રીમતી આરતીબેને પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે આ પ્રકારની લેબ વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી માટે સજ્જ બનાવશે અને દેશના ડિજિટલ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. લેબમાં આધુનિક સાધનો, AI આધારિત સોફ્ટવેર, અને રોબોટિક્સ કિટ્સ ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. આ સાથે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ અને ઇનોવેશન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પ્રસંગે જણાવ્યું કે સંસ્થા હંમેશા નવીનતા અને ગુણવત્તાસભર શિક્ષણ માટે પ્રતિબદ્ધ રહી છે, અને આ લેબ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યક્રમમાં acutaas કંપનીના ડિરેક્ટર શ્રી વિરેન્દ્ર મિશ્રા તથા તેમની ટીમ, સંસ્કાર દીપ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સૌએ આ નવી પહેલ માટે શુભેચ્છાઓ પાઠવી.
કલરવ ના બાળકોની "ફળોની બાળસભા" (વેશભૂષા) યોજાઈ. જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો .
કહેવત છે કે માનવી જો મથતો રહે તો રહે તો દરેક અઘરું કાર્ય સરળ કરી ને સફળ થઈ શકે છે એનું જીવંત ઉદાહરણ હતા. શ્રી ડી. એ આણંદપુરા સાહેબ... સંસ્કારદીપ વિદ્યાલયમાં આણંદપુરા સાહેબની જન્મ જયંતી એટલે સ્મૃતિ પર્વ આજ રોજ 21માં સ્મૃતિ પર્વની ઉજવણી ખૂબ સારી રીતે પૂર્ણ થઈ .વિવિધ સ્પર્ધાઓમાં વાલી મિત્રોએ રસ પૂર્વક ભાગ લીધો અને ખૂબ જ આનંદ માણ્યો .
તારીખ 19મી જાન્યુઆરી 2025 ને રવિવારના રોજ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રીમતી પી. ડી .શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ની મુલાકાત લીધી શાળા તથા શાળામાં ચાલતા વિવિધ પ્રકલ્પો જોઈને.એમને ખૂબ આનંદ થયો. રૂપાણી સાહેબના શબ્દોમાં કહીએ તો, "અભ્યાસક્રમની ચિંતા નહીં પરંતુ બાળકમાં રહેલ તમામ શક્તિ બહાર કાઢવાનું કાર્ય કરે છે એ જ સાચું શિક્ષણ.."
તારીખ 31/12/2025 ના રોજ શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ દીપ સંસ્કારદીપ વિદ્યાલયમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં મુખ્ય મહેમાન પદે શ્રી મહેશભાઈ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી નિશિથ સિંહ રણા પધાર્યા હતા. કહેવાય છે કે સફળતા એક દિવસમાં મળતી નથી પણ સતત મહેનત કરનાર વ્યક્તિને એક દિવસ સફળતા ચોક્કસ મળે છે .એ જ રીતે વિદ્યાર્થીઓએ પણ સતત પ્રયત્નશીલ રહીને ઉચ્ચ સફળતા મેળવી સિદ્ધિને પાત્ર બન્યા છે. ધોરણ 10 માં 90 ટકાથી ઉપર લાવનાર વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 1 થી 9 ના પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનારને ઈનામ વિતરણમાંબિરદાવવામાઆવ્યા હતા તેમજ ધોરણ 10માં વિષયવાર સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા હોય તેમજ બીજા વિવિધ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી હોય તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ 10 માં પોતાના વિષયમાં સો ટકા પરિણામ આવ્યું હોય તેવા શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહ પૂર્વક યોજાયો અને સારી રીતે પૂર્ણ થયો.
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન વિષયમાં આવતી ખેતી પદ્ધતિઓની જાણકારી આપી, વિદ્યાર્થીઓએ જાતે ખેતર તૈયાર કરી બીજની વાવણી કરી.
નવી ટેક્નોલોજી તરફ એક સફળ ડગલું! અમારી રોબોટિક્સ લેબમાં વિદ્યાર્થીઓએ MIT App Inventor નો ઉપયોગ કરીને 'લાઈટહાઉસ' પ્રોજેક્ટ જાતે તૈયાર કરી તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કર્યું. હેન્ડ્સ-ઓન લર્નિંગ દ્વારા વિદ્યાર્થીઓનો ટેક્નોલોજી પ્રત્યેનો ઉત્સાહ ખરેખર પ્રશંસનીય રહ્યો.
માતૃપૂજનના ભવ્ય અવસર સાથે શાળામાં ટ્રસ્ટ દ્વારા ચલાવાતા બે પ્રકલ્પોનું શ્રી કૌશિકભાઈ વેકરીયા (ધારાસભ્ય શ્રી )ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું
મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓના SSC બોર્ડ માં 100% પરિણામ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રતિભાશાળી શાળા તરીકે પ્રશસ્તિ પત્ર તથા લાયન્સ ક્લબ, અંકલેશ્વર. દ્વારા શાળાના બે શિક્ષકશ્રી શ્રધ્ધા બેન રાજ અને ડિમ્પલબેન વડનગરા શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ સાથે શાળાના બે પી.ઈ શિક્ષક શ્રી ઇન્દ્રજીતસિંહ રાણા અને કિન્નરીબેન મોદી પ્રતિભા શાળી શિક્ષક તરીકે એવોર્ડ એનાયત થયો છે. શાળા ગર્વની લાગણી અનુભવે છે. શાળાના તમામ શિક્ષકોની નિષ્ઠા, સતત મહેનત, આયોજન, માર્ગદર્શન અને વિદ્યાર્થીઓ પ્રત્યેની જવાબદારીનું ગૌરવપૂર્ણ પરિણામ છે. વિદ્યાર્થીઓની દરેક મુશ્કેલીને સમજીને તેમને પ્રોત્સાહિત કરવા, નબળા વિદ્યાર્થીઓ માટે વિશેષ મહેનત કરવા અને દરેક બાળકને સફળતાના શિખર સુધી પહોંચાડવા આપ સૌએ જે સમર્પણભાવથી કાર્ય કર્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે. શાળા દરેક શિક્ષકને ખૂબ ખૂબ અભિનંદન
રક્ષાબંધનનો આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. દુનિયાના દરેક ખૂણામાં જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે.ત્યાં આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક મહત્વની સાથે, આ તહેવારનું ઐતિહાસિક મહત્વ પણ ખૂબ જ છે.આજ રોજ સંસ્કારદીપ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક વિભાગ થી લઈને ધોરણ 10 સુધી રક્ષાબંધન ના તહેવારની ઉજવણી કરી આ તહેવારના મહત્વ વિશે પણ માહિતી આપવામાં આવી.
રાખડી માત્ર એક દોરો નથી… એ છે ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ, લાગણી અને જીવનભરના સાથનું પવિત્ર પ્રતીક. આજ સંસ્કારદીપ રોજ સંસ્કારદીપ વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.આ પવિત્ર રક્ષાબંધનના પર્વે દરેક ભાઈ-બહેનના જીવનમાં પ્રેમ, સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ હંમેશાં જળવાઈ રહે તેવી હાર્દિક શુભકામના
શાળા માટે ગર્વથી કહી શકાય, બાળકોના talentsને વખાણી શકાય અને શિક્ષકોના જૂથ કામને અભિમાનથી આવકારી શકાય તેવો શાળાનો’ ત્રિંશતમ મહોત્સવ ‘ એટલે ‘વિશ્વ માનવ મહાત્મા’ આવો વાગોળીએ તેની અલગ અલગ કૃતિઓને……
શાળામાં ફાયર સેફ્ટી નું મૂલ્યાંકન કરી NOC રીન્યુ કરવા માટે સંજયભાઈ આવ્યા હતા.
Previous
Next
Fullscreen
Pause
Previous
Next